રોજગાર કચેરી, પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૯૨ ઉમેદવારોને નોકરીની તક અપાઈ

આજ રોજ જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર અને વિવિધ નોકરી દાતાના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ ભરતી મેળામાં ત્રણ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં (૧) શુભ હ્યુન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ, પાલનપુર, (૨) એસ.બી.આઈ લાઇફ ઇન્શ્યોરન્સ, પાલનપુર અને (૩) કોટક લાઇફ ઇન્શ્યોરન્સ, પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા.
આ ભરતી મેળામાં કુલ ૨૦૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૯૨ ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર આપવામાં આવી હતી.
ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારીના પ્રવાહોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે, જે ઉમેદવારો આઈ.ટી.આઈ.માં પ્રવેશ લેવા ઇચ્છતા હતા, તેમના માટે તાત્કાલિક રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઈ હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિતપણે રોજગાર ભરતી મેળા યોજી યુવાનો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply