બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ
આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે.
આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. માધ્યમોના અહેવાલ પ્રમાણે, નિર્માણ દરમિયાન ગર્ડરનો ભાગ તૂટી પડતાં બેથી અઢી ટન વજનનાં પથ્થરો પુલ પરથી નીચે પડતાં ચાર શ્રમિકો દટાયા હતા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયા હતા અને એકને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં રેલવે, પોલિસ અને અગ્નિશમન વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply