
“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા ગ્રુપ ના સક્રિય મેમ્બર જસ્મીનભાઇ પટેલ ના પિતાશ્રી જશવંતભાઈ.કે.પટેલ ના જન્મદિવસ નિમિત્તે લુણવા ગામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને આંગણવાડી ખાતે ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો. માધવન વિપુલભાઇ ઠાકર દ્વારા ભગવદ ગીતાના માધ્યમથી સેવાનું મહત્વ વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું. ડો. સુરેન્દ્રભાઈ ગુપ્તા દ્વારા બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા. ત્યારબાદ જનસેવા ગ્રુપ વિશે,જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન અને અંગદાન મહાદાન અભિયાન વિશે જયેશભાઈ સોની દ્વારા સુંદર માહિતી આપવામાં આવી. ત્યારબાદ નવદુર્ગા પૂજન કરવામાં આવ્યું. જેમાં શાળાની દીકરીઓનું જસ્મીનભાઇ પટેલ,નિકકીબેન જસ્મીનભાઇ પટેલ અને સમગ્ર પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે નવ દુર્ગા સ્વરૂપ 9 દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. દરેક દીકરીને એજ્યુકેશન કીટ, શુકન નું કવર અને બુટ મોજા આપવામાં આવ્યા. સ્કૂલના દરેક બાળકોને એજ્યુકેશન કીટ અને બુટ મોજા નું વિતરણ કરવામાં આવ્યું. ભાઈચંદભાઈ પટેલ દ્વારા શ્રી જે.કે.પટેલ પરિવારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો અને આશીર્વચન આપવામાં આવ્યા. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળામાં ફળાઉ રોપાનું વાવેતર કરવામાં આવ્યું. શાળા દ્વારા વૃક્ષોની સાચવણી કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી.શાળાના બાળકો દ્વારા સંગીતના તાલે સુંદર ગરબા કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો માટે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી . આજના કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શાળાનો સમગ્ર સ્ટાફ, પ્રાથમિક, માધ્યમિક ,આંગણવાડી શાળાનો સ્ટાફ સર્વે દ્વારા ખૂબ જ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો. જનસેવા ગ્રુપના સર્વે મેમ્બર્સ,જસ્મીનભાઇ પટેલ,નિકકીબેન જસ્મીનભાઇ પટેલ પરિવાર ના સર્વે સભ્યો અને શાળા પરિવાર ના સર્વે સભ્યો ના સાથ સહકારથી આજનો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
