ગઢના દલવાડા નજીક LCB પોલીસે પીછો કરી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી

ગઢના દલવાડા નજીક LCB પોલીસે પીછો કરી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી

પોલીસ પકડથી બચવા ચાલકે અંધારાનો લાભ લઈ સ્વિફ્ટ કાર મૂકી ફરાર થયો

નંબર પ્લેટ વગરની કારમાંથી વિવિધ બ્રાન્ડની રૂ.2.91 લાખની કિંમતની વિદેશી દારૂની 1224 બોટલ મળી


📰 પવન એક્સપ્રેસ પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) પોલીસે દારૂ ભરેલી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. પોલીસને જોઈ કારનો ચાલક કાર ભગાવી ગયો હતો અને પોલીસે પીછો કરતા દલવાડા ગામની સીમમાં અંધારાનો લાભ લઈ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, પાલનપુર તાલુકાના કુંભાસણ ગામ તરફથી વિદેશી દારૂ ભરેલી એક ગાડી મડાણા તરફ જવાની હોવાની બાતમી પાલનપુર LCB પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે મડાણા કેનાલ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન ગઢ તરફથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર આવતી જણાતા પોલીસે તેને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસની પકડથી બચવા કારને પાટણ તરફના ભાટસણ રોડ તરફ પુરઝડપે ભગાવી મૂકી હતી. LCB પોલીસે તરત જ કારનો પીછો કર્યો હતો.

પોલીસથી બચવા ભાગી રહેલા કારચાલકે આગળ જતા દલવાડા ગામની સીમમાં અંધારાનો લાભ લીધો હતો અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર રસ્તા પર મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1224 બોટલ, જેની કિંમત આશરે રૂ.2,91,672 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે વિદેશી દારૂ તથા સ્વિફ્ટ કાર મળી કુલ રૂ.5,91,672નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવી ફરાર કારચાલક સહિત સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વોચ અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading