બજરંગીસેના સેવા ટ્રસ્ટની રામરોટીમાં દાતાશ્રી ડો. દિવાક્ષ પરેશભાઈ ઓઝા પરિવાર તરફથી ભોજન પ્રસાદનું આયોજન.

પવન એક્સપ્રેસ

બજરંગીસેના સેવા ટ્રસ્ટની રામરોટીમાં દાતાશ્રી ડો. દિવાક્ષ પરેશભાઈ ઓઝા પરિવાર તરફથી ભોજન પ્રસાદનું આયોજન.

શ્રાવણ માસ નિમિત્તે ભૂખ્યાને ભોજન અર્પણ કરી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

પાલનપુર: હિન્દુ ધર્મમાં પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ગણાતા શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના સાથે દાન-પુણ્ય અને સેવાકાર્યોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાલનપુરમાં બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ‘ભૂખ્યાને ભોજન રામરોટી’ સેવા પ્રવૃત્તિ અંતર્ગત આજે દાતાશ્રી ડો. દિવાક્ષ પરેશભાઈ ઓઝા તથા તેમના પરિવાર તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રામરોટીમાં આવતા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને માવાટોસ અને પાવભાજી સહિતનો ભોજન પ્રસાદ પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભૂખ્યાને ભોજન કરાવવાની આ સેવા દ્વારા માનવસેવા અને સમાજસેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ‘ભૂખ્યાને ભોજન રામરોટી’ની સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ, સેવાભાવી ભાઈઓ-મિત્રો તેમજ દાતાશ્રીઓના સહયોગ અને યોગદાનથી સતત આગળ ધપાવવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

આજના સુંદર સેવાકીય આયોજન બદલ બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી ડો. દિવાક્ષ પરેશભાઈ ઓઝા તથા તેમના સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભગવાન ભોળાનાથ તેમના પરિવાર પર સદાય આશીર્વાદ વરસાવે અને તેઓ હંમેશા આવા સેવાકાર્યોમાં યોગદાન આપતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

— પવન એક્સપ્રેસ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading