પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા

પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા

લોકોના ટોળાએ કિંમતી ચાંદીના સિક્કા મેળવવા કલાકો સુધી કાટમાળ ખૂંદી નાખ્યો

કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળવાની ઘટનાને લઇ શહેરમાં કુતૂહલ સર્જાયું

પાલનપુરમાં માન સરોવર પાસે આવેલ માલિકીની જગ્યામાં પુરણ કરવા મોડી સાંજે શહેર ના મોટા રામજી મંદિરનો કાટમાળ ફેંકવામાં આવ્યો હતો જેમાં ચાંદીના સિક્કા જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કાટમાળ ખોદતાં કેટલાક લોકોને વર્ષો જૂના ચાંદીના સિક્કા હાથ લાગ્યા હતા જોકે કાટમાળમાંથી સિકકા મળવાની વાત વાયુવેગે પ્રસરતાં શહેરીજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

પાલનપુરના પથ્થર સડક પર આવેલ વર્ષો જૂના મોટા રામજી મંદિરનો જીર્ણોધાર કરવામાં આવી રહ્યો હોય  જેનો કાટમાળ માનસરોવર રોડ પર જામબાઇની વાડી પાસે આવેલ માલિકના પ્લોટમાં પુરણ માટે ઠાલવવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારે કોઈ વ્યક્તિને આ કાટમાળમાં ચાંદીના સિક્કા જેવી ધાતુ ચળકતી જોવા મળતા તેને તપાસ કરતા તેને વર્ષો જૂના ચાંદીના સિક્કા મળી આવ્યા હતા, આ વાત વાયુ વેગે પ્રસરતાં અહી જાણે ખજાનો છુંપાયો હોય તેમ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કાટમાળમાં ખોદકામ કરીને કલાકો સુધી સિક્કાની ભારે શોધખોળ કરી હતી, જેમાં કેટલાક લોકોને કિંમતી ચાંદીના સિક્કા હાથ લાગ્યા હતા જોકે કાટમાળમાં ચાંદીના સિક્કા મળવાની ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading