દાંતા ખાતે મદદનીશ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ:


દાંતા ખાતે મદદનીશ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ:
હોસ્પિટલના સુચારુ વહીવટ, સ્વચ્છતા અને સુવિધાઓ અંગે રોગી કલ્યાણ સમિતિના સભ્યો શ્રી વિપુલ ગુર્જર તથા લાલસિંહ સોલંકી ની રજૂઆત આધારે સમીક્ષા કરાઈ…
દાંતા:
રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દાંતા ખાતે મદદનીશ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ‘રોગી કલ્યાણ સમિતિ’ની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોસ્પિટલ પરિસરનું સ્થળ નિરીક્ષણ કરી દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ અને આંતરિક વહીવટને વધુ પારદર્શક તથા સુદ્રઢ બનાવવા બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અને ચર્ચાના મુદ્દાઓ:
હોસ્પિટલ વહીવટ અને આંતરિક મુદ્દાઓ: હોસ્પિટલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી, શિસ્ત, સમયપાલન તેમજ દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આરોગ્ય સેવાઓ અને દવાઓ: દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહે, તેમજ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનોની અછત ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવા ચર્ચા કરાઈ હતી.
સ્વચ્છતા અને ચોમાસાની કામગીરી: હોસ્પિટલ કેમ્પસની દૈનિક સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ગામની ગટર અને પરિસર સફાઈ: હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ગામની ગટરના પાણીના યોગ્ય નિકાલ અને કામગીરી અંગે જરૂરી ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
સીસીટીવી (CCTV) તથા સુરક્ષા: દર્દીઓ અને હોસ્પિટલની સુરક્ષા માટે પરિસરમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવા અને તેનું મોનિટરિંગ કરવાની બાબતે આયોજન કરવામાં આવ્યું.
અન્ય સેવાઓ: નવી એમ્બ્યુલન્સ સેવાઓની માહિતી જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવી, ફરિયાદ-સૂચન પેટી મૂકવી તેમજ ચોમાસા દરમિયાન ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત રાખવા બાબતે સંમતિ સાધવામાં આવી હતી.
બેઠકના અંતે મદદનીશ કલેક્ટરશ્રી તથા સમિતિના સભ્યો દ્વારા હોસ્પિટલ કેમ્પસનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો, હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading