ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા
જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ સ્થિત NIAની વિશેષ અદાલતે ગેરકાયદે ઘુસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા ફટકારી છે.
પાકિસ્તાનથી 300 કિલોગ્રામથી વધુના માદક પદાર્થની ભારતમાં હેરફેરના ષડયંત્રમાં એક ભારતીય અને છ પાકિસ્તાની નાગરિકો પર આરોપ હતો. જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદે પ્રવેશ અંગે દોષિત ઠેરવી આઠ વર્ષની કેદ અને 52 હજારનો દંડ ફટકાર્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
