ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..!

જ્યાં પ્રમુખ બન્યા શિષ્ય અને શિક્ષકો બન્યા ગુરુ…!

ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..!

પવન એક્સપ્રેસ

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.

આ પ્રસંગે મંડળ તથા સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલે શાળાના વરિષ્ઠ શિક્ષકોને ગુરુ સમાન ગણી તેમના ચરણસ્પર્શ કરી, સાફા પહેરાવી, સાલ ઓઢાડી અને કુમકુમ તિલક કરી ભાવભેર પૂજન તથા સન્માન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ દ્વારા પોતાના જ સંકુલના શિક્ષકોના ચરણસ્પર્શ કરી ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ પ્રસંગ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો.

આ પ્રસંગે શાળાના નિયામક મહેન્દ્રભાઈ પંચાલ, કો-ઓર્ડીનેટર મણીભાઈ સુથાર, સુપરવાઇઝર બળવંતભાઈ રાજપુત, મુકેશભાઈ જોશી, શંકરભાઈ પંચાલ, નરેશભાઈ ચંદાણી, દર્શનાબેન મોદી, નટવરલાલ શેખલીયા તેમજ મંડળના આંતરિક ઓડિટર અને બનાસકાંઠા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અશોકભાઈ પટેલનું પણ પૂજન અને સન્માન કરાયું હતું.

બાળકોએ ગુરુ ભજન તથા ગુરુના મહિમા વિષયક વક્તવ્ય રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત તથા ઉપાચાર્યા રંજનબેન પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading