પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુરમાં ચાર દિવસ અગાઉ ઘોળા દિવસે થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસે એરોમા સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે બાળ કિશોરને ઝડપી પાડ્યો

કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર પાસેથી રૂ.1.40 લાખની કિંમતનું બાઇક કબજે કરાયું

પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષ આગળ પાર્ક કરવામાં. આવેલ બાઈકની ચાર દિવસ અગાઉ ધોળા દિવસે ઉઠાંતરી થઇ હતી જે ચોરીના બાઇક પર એક સગીર વયનો કિશોર એરોમા સર્કલ પર પસાર થઇ રહ્યો હોય પોલીસે તેની પૂછતાછ કરતાં તેની પાસે રહેલું બાઇક ચોરી નું હોવાનું કબુલતા તેને બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો

વડગામ તાલુકાના ચંગવાડા ગામના વતની અને પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ આઇડીએફસી ફસ્ટ બેંકમાં ફરજ બજાવતા અનિલભાઈ સોમાભાઈ પ્રજાપતિએ તેમનું વર્ષ 2022 ના મોડલનું અને રૂ 1.40 લાખની કિંમતનું બાઇક ગત તા.7 જુલાઈના રોજ બેંક આગળ પાર્ક કરી નોકરી ગયા હતા દરમ્યાન ધોળા દિવસે તેમના બાઈકની ઉઠાંતરી થઇ હતી જે અંગે ફરિયાદ દાખલ થતા પોલીસ બાઇક ચોરોની શોધમાં હતી દરમ્યાન એરોમા સર્કલ પર એક શંકાસ્પદ બાઇક સવાર બાળ કિશોરને ઉભો રખાવી બાઇક અંગે પૂછતાછ કરતાં તેની પાસે રહેલ બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરતાં તેને બાઇક સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading