શરદ પૂનમ નિમિત્તે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા અન્નસેવા : કચ્છના કેરાઈ પરિવાર દ્વારા ખીચડી-છાશનો પ્રસાદ વિતરણ
📰 પવન એક્સપ્રેસ










પાલનપુર : જગતજનની માં આરાસુરી અંબાના પાવન શરદ પૂનમના પર્વ નિમિત્તે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા અન્નસેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છમાં રહેતા દાતાશ્રી સ્વ. શામજીભાઈ હીરજીભાઈ કેરાઈ અને સ્વ. કુંવરબાઈ શામજીભાઈ કેરાઈના પરિવાર તરફથી ખીચડી અને છાશનો પ્રસાદ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોને ભાવપૂર્વક પીરસવામાં આવ્યો હતો.
બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા પાલનપુર શહેરમાં દર રવિવારે વિવિધ વિસ્તારોમાં ગરીબ, જરૂરિયાતમંદ પરિવારો અને બાળકોને ભોજન પૂરું પાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. રામલીલા મેદાન, જૈન દાદાવાડી પાસે, જનકપુરી સોસાયટી પાસે આવેલી આંગણવાડી, કર્ણાવતી સ્કૂલ પાસે તેમજ ગોબરી રોડ પર આવેલા પટણી વિસ્તારમાં ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાકાર્યનો લાભ દર રવિવારે 700થી વધુ લોકો લે છે.
શરદ પૂનમના આ વિશેષ પ્રસંગે કેરાઈ પરિવારના સભ્યો ખાસ કચ્છથી પાલનપુર આવીને પોતાના હાથે ભોજન તૈયાર કર્યું હતું અને જાતે જ લોકોને પ્રસાદ પીરસીને સેવા, સમર્પણ અને દાન-પુણ્યના કાર્યમાં સહભાગી બન્યા હતા. પરિવારના આ સેવાભાવથી ભોજન પ્રસાદ ગ્રહણ કરનાર બાળકો અને જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
અન્નદાન એ મહાદાનની ભાવનાને સાર્થક કરતા કેરાઈ પરિવારે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા સેવાકાર્યથી સમાજમાં માનવતા, સહકાર અને પરોપકારની ભાવના વધુ મજબૂત બને છે.
આ સુંદર સેવાકીય આયોજનમાં સહયોગ આપવા બદલ બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી સ્વ. શામજીભાઈ હીરજીભાઈ કેરાઈ અને સ્વ. કુંવરબાઈ શામજીભાઈ કેરાઈના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
સેવા, સમર્પણ અને માનવતા — એ જ સાચો ધર્મ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
