પાલનપુરમાં આગવી ઓળખ ધરાવતી સરકારી વસાહતના 25 બ્લોક ડેમેજ જાહેર કરવામાં આવ્યા
ક્લાસ વન, ટુ,થ્રી અને ફોર વર્ગના કર્મચારીઓનાં નિવાસસ્થાન જર્જરિત થતા તોડી પાડવામાં આવશે
વિવિધ વર્ગના કર્મચારીઓના નિવાસ માટે નવા બ્લોક બનાવવા સરકારમાં મંજૂરી માંગવામા આવી
પાલનપુરમાં જિલ્લા કર્મચારી મંડળ સંચાલિત લાલ બંગલા પાસે આવેલ સરકારી વસાહતમાં વિવિધ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓનાં નિવાસસ્થાન માટે ત્રણ ત્રણ માળના 35 બ્લોક આવેલા છે જે પૈકી આશરે 25 બ્લોક જર્જરિત થતા તેને ડેમેજ જાહેર કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં આ બ્લોક તોડી પાડી નવા બ્લોક બનાવવા સરકારમાં મંજૂરી માંગવામાં આવી છે
પાલનપુરમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વિવિધ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિવાસ મળી રહે તે માટે વર્ષો અગાઉ સરકાર દ્વારા જિલ્લા પંચાયત થી નવા બસ પોર્ટ જતા માર્ગ માર્ગ પર સરકારી વસાહતનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં જેમાં ત્રણ ત્રણ માળના 35 બ્લોક બનાવાવમાં આવ્યા હતા અહી ક્લાસ વન અધિકારીના બે ક્વાટર આવેલ છે અહી એક એક બ્લિકમાં ક્લાસ ટુ,કલાસ થ્રી અને ફોર વર્ગના કર્મચારી માટે 12 થી 18 મકાન આવેલ છે જોકે વર્ષો વિતતા અહી 25 જેટલા બ્લોક જર્જરિત થતા મોટાભાગના અધિકારી અને કર્મચારીઓ આ મકાનો છોડીને ભાડાના મકાનમાં જતા રહ્યા હોય આ બ્લોકોને ડેમેજ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 10 બ્લોક સુરક્ષિત હોય અહી વિવિધ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓ વસવાટ કરી રહ્યાં છે જોકે ડેમેજ પામેલ બ્લોકને આવનાર સમયમાં તોડી પાડવામા આવશે અને તેની જગ્યાએ નવા બ્લોક બનાવવા સરકારમાં મંજૂરી માંગવામાં આવી છે જે મળે અહી નવા બ્લોક નું નિર્માણ કરવામાં આવશે જોકે પાલનપુરની સરકારી વસાહત તેના આગવા નવરાત્રી મહોત્સવને લઇ લોકોમાં જાણીતી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
