સક્લાના માં વીજ વાયર પડતા પિતા પુત્ર નું મોત

વડગામ તાલુકાના સકલાણા ગામે બુધવારે રાત્રે એક દુર્ઘટના બની હતી જે સમગ્ર પંથક માટે એક ચેતવણી રૂપ ઘટના બની છે,  પ્રાથમિક વિગતો મુજબ કાનજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશભાઈ પ્રજાપતિ ખેતરે જતા હતા અને વરસાદના કારણે ઘાસચારો બગડે નહીં તે માટે ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે ભારે પવન અને વરસાદ સાથે વીજળીના માહોલ વચ્ચે ઉપરથી પસાર થતી 11 kv વીજ લાઈનો વાયર અચાનક તૂટી તેમના ઉપર પડ્યો હતો. પિતા પુત્ર જે એકટીવા લઈને જઈ રહ્યા હતા બિલકુલ આગળ જ તેમનો દીકરો બાઈક લઈ આવી રહ્યો હતો, તેમના જણાવ્યા મુજબ વાયર ચાલુ હાલતમાં હોવાથી બંનેને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો અને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડગામ મામલતદાર પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મામલતદાર એ પ્રાથમિક માહિતી આપતા જણાવવાનું કે વીજ થાંભલા ઉપર પડતા વાયર તૂટ્યો હોવાથી સંભાવના સામે આવી છે

ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોમાસા પહેલા વીજ લાઈનો ની જાળવણી અને પ્રિમોન્સૂન કામગીરી અંગે કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો આ ઘટના ટાળી શકાય હોત.

વડગામ બીજ વિભાગના એક અધિકારી અજયસિંહ સોલંકી જણાવ્યા પ્રમાણે વાયર એલ્યુમિનિયમનો હોય તેના પર વીજળી પડતા વાયર તૂટ્યો હોય તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading