ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવા પર ધ્યાન ન આપવા જીતુ વાઘાણીની અપીલ

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે.

 

સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની વિગતો સરકારી તંત્ર દ્વારા સતત એકત્રિત કરવામાં આવી રહી છે. આ ડેટાના આધારે કયા વિસ્તારોમાં ઇંધણની વધુ જરૂરિયાત છે તેનો સચોટ ખ્યાલ મેળવી ત્વરિત પગલાં લેવામાં આવે છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading