મહેશ પ્રજાપતિ એ 10 કિમી સ્વિમિંગ, 425 કિમી સાયકલિંગ અને 84.4 કિમી રનિંગ પૂર્ણ કરી ઑસ્ટ્રેલિયાના નુસા ખાતે યોજાયેલી ULTRAMAN સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી, દેશ માટે ગૌરવનો એક નવો અધ્યાય લખ્યો છે.

શ્રી મહેશભાઇ પ્રજાપતિ એ 10 કિમી સ્વિમિંગ, 425 કિમી સાયકલિંગ અને 84.4 કિમી રનિંગ પૂર્ણ કરી ઑસ્ટ્રેલિયાના નુસા ખાતે યોજાયેલી ULTRAMAN સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી, દેશ માટે ગૌરવનો એક નવો અધ્યાય લખ્યો છે.


૪૨૫ કિમી સાયકલિંગ માં અંદાજે ૪૫૦૦ મીટર થી વધારે નું એલિવેશન આવે છે. જેમાં ૧૨ થી ૧૫ ના ગ્રેડિયન્ટ ના સીધા અને કપરા ચડાણ હોય છે. જેમાં સાયકલિસ્ટ ની તાકાત અને કૌશલ્ય ની કસોટી થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા નો નૂસાં વિસ્તાર પહાડ અને જંગલો થી ઘેરાયેલો છે. ત્યાં ના રસ્તાઓ ની સપાટી સ્મૂથ સરફેસ વાળા નથી હોતા પરંતુ પેબલ ટાઈપ સરફેસ વાળા હોય છે. જેથી સાયકલિંગ વખતે ટાયર રસ્તા સાથે ચોટી ને સ્પીડ ઓછી થઈ જતી હોય છે. ઓસ્ટ્રેલિયા માં ઓઝોન લેયર પાતળું હોવા ને લીધે ત્યાં ના ડિરેકટ સૂર્યપ્રકાશ થી ચામડી બાળી નાખતી ગરમી સહન કરવી પડે છે. પહાડ જંગલ તથા દરિયો હોવા ને લીધે વરસાદ ના ઝાપટા અને તોફાની પવન પણ ગમે ત્યારે આવ્યા કરતા હોય છે. ઢડાન માં સાયકલ ની સ્પીડ ૭૫ કિમી સુધી ચાલી જતી હોય છે જેમાં કંટ્રોલ કરવા માં ખુબજ સાવચેતી અને કુશળતા રાખવી પડે છે. રોડ ભીના થઈ જવાથી સ્લીપ થવાનો ડર હંમેશા રહે છે. કોઈ પણ જાત નો અકસ્માત સ્પર્ધા ને અધવચ્ચે છોડાવી શકે છે. સીધી ભાષા માં તુલના કરીએ તો સાપુતારા ના રસ્તા સરળ લાગે એટલા મુશ્કેલ પહાડી રસ્તાઓ પર સાયકલિંગ કરવા નું આવે છે.

રનિંગ માં પણ આવા મુશ્કેલ ચઢાઇ વાળા રસ્તાઓ પર જ કરવાનું હોય છે. જેમાં પણ લગભગ ૮૦૦ મીટર નું એલિવેશન હોય છે.

આ સ્પર્ધા દરમ્યાન ૧૫૦૦૦ થી પણ વધુ કેલેરી બર્ન થતી હોય છે. તેમજ ૫ કિલો જેટલું વજન ઉતરતું હોય છે. આવી મુશ્કેલ અને લાંબી સ્પર્ધા દરમ્યાન શરીર ને દરેક રીતે જાળવી રાખવું ખુબજ મહત્વ નું બની જતું હોય છે.જેથી હાઇડ્રેશન જાણકારી, પ્રેક્ટીસ પણ મહત્વ ના ભાગ ભજવતા હોય છે. સ્પર્ધા દરમ્યાન એનર્જી ડ્રીંક, પાણી, જેલ, એનર્જી બાર, સોલ્ટ, સેન્ડવિચ, ચોકલેટ, વેફર્સ, બાફેલા બટાકા, ચીઝ, કેળા, તરબૂચ, ઓરેન્જ જેવી સરળતા થી પચાવી શકાય એવી વસ્તુઓ ખાઈ ને બર્ન થયેલી કેલેરી ને જાળવવા ની કોશિશ કરતા હોઈએ છે. ખૂબ જ લાંબી અને મુશ્કેલ સ્પર્ધા હોવાથી ૨ મેમ્બર ની સપોર્ટ ટીમ અને કાર સાથે રાખવાની હોય છે. એ ટીમ હાઇડ્રેશન અને ટેક્નિકલ મુશ્કેલીઓ માં મદદરૂપ થતી હોય છે. સ્પર્ધા ની શરૂવાત પહેલા તેમ જ સ્વીમીંગ, સાયકલિંગ અને રનિંગ ના વચ્ચે પણ મેડિકલ ચેકઅપ થતું હોય છે. જો કોઈ પણ એથલીટ મેડિકલી ફિટ ના લાગે તો તો એને વચ્ચે થી અટકાવી દેવા માં આવે છે.

મેન્ટલ ગેમ— જ્યારે શરીર સાથ છોડી દે ત્યારે એમના મનમાં કયો વિચાર એમને દોડતા રાખે છે?

આટલી અઘરી અને લાંબી ઇવેન્ટ દરમ્યાન એક સ્ટેજ એવો આવે કે તમે માનસિક રીતે થાકી જતા હોવ છો. એક પછી એક કપરા ચઢાણ. ત્યારે મન માં નેગેટીવ વિચારો આવવા લાગે છે. ત્યારે વર્ષો ની મહેનત યાદ કરીએ છીએ. કે આ દિવસ માટે કેટલી મહેનત કરી છે. એટલે થોડુંક જોર લગાવી લઉ. જે કઠિન મહેનત કરી છે એનું ફળ મેળવવા નો આ દિવસ છે. થોડુંક દુઃખ સહન કરી લઉ તો ફિનિશ લાઇન દૂર નથી. આવી હિંમત ભેગી કરી ને આગળ વધતા જઈએ છીએ. અને ત્યાર પછી ફેમિલી મેમ્બર્સ અને નજીક ના મિત્રો કેટલી આશા રાખી ને બેઠા છે એ પણ નિરાશ ન થવા જોઈએ એવું પોઝીટીવ વિચાર થી હિંમત આવી જાય છે. અને ત્યાર બાદ મન ગમતું ગીત ગાઈ ને મન હિંમત ભરી લો છું. (હસતે ગાતે જહાં ગુઝર, દુનિયા કી તું પરવા ના કર, મુસ્કુરાતે હુએ દિન બીતાના યહા કાલ ક્યાં હો કિસની જાના) અને ફરી પગ દોડવા લાગે છે.

—જે ૨ મેમ્બર્સ સાથે કારમાં હતા, એમનો આભાર માનીને એમના નામ લખો. અલ્ટ્રામૅનમાં સપોર્ટ ટીમ એ રમતનો અડધો ભાગ છે.
ક્રૂ મેમ્બર્સ ડ્યુએન પાર્નેલ અને માર્ક હતા. જે ઑસ્ટ્રેલિયા ના વતની છે. તેમણે મને દર ૧૫-૧૫ મિનિટ એ હાઇડ્રેશન પ્રોવિડ કર્યું હતું. કઠિન ઇવેન્ટ માં થોડા સમય પછી ખાવા પીવા નું યાદ નથી આવતું. ને અમુક સમય પછી તો શરીર માં કઈ જતું પણ ના હોય એવું લાગે છે. આવા સમય એ ક્રુ મેમ્બર્સ હાઇડ્રેશન લેવા નું યાદ અપાવે છે. કયા સમયે શું લેવાનું એનું પ્લાનિંગ કરતા હોય છે તેમજ આપણે અમુક સમયે થાકી ને ના પાડીએ ત્યારે તેઓ પ્રેમ થી સમજાવી ને કા તો થોડોક ફોર્સ કરી ને પણ હાઇડ્રેશન આપતા હોય છે. તેઓ કિલોમીટર અને સમય ના તાલમેલ જાળવી ને ગણતરી કરતા હોય છે જેથી નિશ્ચીત સમય મર્યાદા માં ફિનિશ લાઇન પર પહોંચી શકાય. એમનું અનુભવી માર્ગદર્શન ખુબજ મહત્વ નું સાબિત થાય છે.

—પ્રેક્ટિસ શિડ્યુલ
વર્ષો ની મહેનત પછી ઇવેન્ટ ના એક વરસ પહેલા થી સખત મહેનત ની શરૂવાત થઈ જાય છે. સ્વીમીંગ, સાયકલિંગ, રનિંગ સ્ટ્રેંગથ એક્સરસાઇઝ કરી ને શરીર ને ફિટ રાખતા હોઈએ છીએ. એની સાથે સમતોલ પ્રોટીન વાળો આહાર, રીકવરી નું પણ એટલું જ ધ્યાન રાખવું પડતું હોય છે. શાકાહારી હોવા છતાં પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી.

સવારે રોજ ૪ વાગે ઊઠી ને અલગ અલગ પ્રેક્ટિસ સેશન કરતો હોય છું. શુક્ર શનિ અને રવિવારે લાંબા પ્રેક્ટિસ સેશન હોય છે. જેમાં ૪ કલાક થી લઈ ને ૧૨ કલાક સુધી ની સખત પ્રેક્ટિસ કરી હતી. સાયકલિંગ માટે રવિવારે સાપુતારા ના કપરા ચડાણ માં સાયકલિંગ કરવા માટે જતો હતો. જેમાં ૨૦૦ કિમી જેટલું સાયકલિંગ કરતો હતો. રાનીંગ માટે સુરત ના રસ્તાઓ પર ૩૦ થી ૮૦ કિમી સુધી ના અલગ અલગ સેશન માં પ્રેક્ટિસ કરી હતી. તેમજ સ્વીમીંગ માટે ટૅનિસ ક્લબ માં ૮ કિમી સુધી ના ઘણા બધા પ્રેક્ટિસ સેશન કર્યા હતા. તેમજ ઓપન વોટર ની પ્રેક્ટિસ માટે નવસારી ની પૂર્ણા નદી માં પણ ૬ કિમી સુધી ના સ્વીમીંગ ની પ્રેક્ટિસ કરી હતી.

— નવો ટાર્ગેટ: શું છે
અત્યારે તો મારી આ સફળતા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ઉજવવા માંગુ છું
ઘણા વખતથી ULTRAMAN પર જ ફોકસ હતું. જેથી બીજા કોઈ ટાર્ગેટ નક્કી નથી કર્યા. પણ વર્ષો સુધી એન્ડુરન્સ ટ્રિએથલોન સપોર્ટ કરતો રહીશ નેમજ માર્ગદર્શન આપતો રહીશ.

— હાલ ઉંમર કેટલી ૫૦ વર્ષ

— ફેમિલી મા લિગેસી કોણ આગળ લઈ જશે
મારા ટ્વિન ડોટર અને સન છે જેઓ સ્વીમીંગ સારું કરે છે. સન એ હવે રાનીંગ પણ શરૂ કર્યું છે. એ લેગેસી આગળ લઈ જઈ શકે છે


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading