બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા નેપાળી કામદારને કમરના મણકાની સફળ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી
બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે થોડાક સમય અગાઉ મૂળ નેપાળના 32 વર્ષીય પ્રેમકુમારને છેલ્લા કેટલાય સમયથી કમરના મણકાની બીમારી હોવાથી હલનચલન તેમજ ઉઠવા બેસવા માટે પીડા ભોગવી રહ્યા હતા. જોકે જેઓ દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે અનેક તબીબોની સારવાર લેવામાં આવી હોવા છતાં કમરના ભાગે પીડા દૂરના થતાં આખરે ગત અઠવાડિયાના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ ખાતે પરિવારજનો સાથે આવ્યા હતા. હોસ્પિટલ ખાતે આવ્યા ત્યારે જેઓએ જણાવ્યું હતું છેલ્લા પાંચ મહિનાથી જમણા પગના તીવ્ર દુખાવો થવો પગમાં ઝણઝણાટી અને પગ ભારે થઈ જવાની તકલીફથી પીડાઈ રહ્યા હતા કમરના ભાગે પણ અસહ્ય દુખાવો થતો હતો જેના લીધે વધારે પડતું ચાલવું પણ ખૂબ મુશ્કેલ હતું. માંડ બે પાંચ મિનિટ સુધી ઊભા રહી શકતા હતા. એટલે માટે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર સ્ટાફની આગવી કોઠા સુજના લીધે અગાઉના તમામ રિપોર્ટ ચેક કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન એકસરે,એમ. આર. આઈ, સહિતના તમામ જરૂરી રિપોર્ટના આધારે પ્રાથમિક સારવાર ચાલુ કરવામાં આવી હતી. શ્રીગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન કરવાની ફરજ પડતાં કુટુંબીજનોની સહમતી બાદ બીજા દિવસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઓર્થો વિભાગના ડો,ધવલ પ્રજાપતિ, ડો દર્શિલ સહિતના ડૉક્ટર સ્ટાફની ભારે જેહમત બાદ માઇક્રો એન્ડોસ્કોપિક ડિસ્કેક્ટોમિ સર્જરી કરવામાં આવી હતી, સર્જરીના બીજા દિવસે પીડા માંથી મુક્તિ મળતા પ્રેમકુમાર તેમજ પરિવારે હાશકારો અનુભવ્યો હતો. આમ આ પ્રકારે લાખો રૂપિયાના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરવામાં આવી હતી.પરિવારે ડૉક્ટર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. પંદર દિવસની લાંબી સારવારના અંતે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી.બનાસ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી એકમાત્ર ભારતભરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક અધતન મોડ્યુલર ઓપરેશન થિયેટર સહિતના વિભાગોમાં બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અધતન પ્રકારે મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર દરમિયાન દિવસમાં એક હજારથી પણ વધારે લોકોને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે તબીબી સારવારમાં મોખરે છે
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
