આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ પાલનપુર ના વિધાર્થી એ દિલ્હી ખાતે પ્રિ આર ડી કેમ્પ માં ટ્રેનીંગ પૂર્ણ કરી

નવી દિલ્હી ખાતે 26 જાન્યુઆરી ના રોજ ઉજવાતી પ્રજાસત્તાક દિવસની પરેડ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પશ્ચિમ વિભાગ નો પ્રિ આર.ડી કેમ્પ તા. 31 ઓક્ટોબર થી 9 નવેમ્બર 2025 સુધી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલ હતો. આ કેમ્પ માટે એન.એસ.એસ.ના શ્રેષ્ઠ સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના એન.એસ.એસ. સ્વયંસેવક ચૌધરી દિનેશભાઈ નારણાભાઈ એ પોતાની પ્રતિભા અને સમાજ પ્રત્યે પોતાના સમર્પણના બળે પસંદગી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. તાજેતરમાં તેઓને પાટણ ખાતે ચાલી રહેલ પ્રિ આર. ડી. કેમ્પમાં માં ભાગ લેવા બદલ સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. વાય. બી. ડબગર તથા બંને પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર. ડી. વરસાત અને ડૉ. અમી પટેલ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. કોલેજના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓમાં દિનેશભાઈની આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.
અહેવાલ:ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
