જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો…
અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા અંગો બીજા કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિ ને કામમાં આવે છે.અંગદાન દ્વારા કોઈનું જીવન બચાવવા નું સુંદર કાર્ય થાય છે .આજે બેંક સોસાયટી,અંબાજી મંદિર મા પાટોત્સવ કાર્યક્રમ દરમિયાન આરતી નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હાજર રહેલા સર્વે વ્યક્તિઓને અંગદાનની માહિતી પત્રિકા અને સ્ટીકર આપવામાં આવ્યા અને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.આજના કાર્યક્રમ મા જનસેવા ગ્રૂપના અશોકભાઈ પઢિયાર, દિપીકા સોની, જયેશભાઇ સોની હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply