ભારત માતા કી જય: વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું.
વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થતાં શનિવારે બનાસકાંઠા વડગામ ના પેપોળ ગામે તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં મોટીસંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીર યુવાન – 2021 માં 45 બીએસએફ A બટાલીયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. જેમની ફરજને ચાર વર્ષના ટૂંકા સમયમાં જ કલકત્તાના કુચ બિહારમાં ફરજ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે શહીદ થયાના સમાચાર મળતાં જ પરિવારજનોમાં તેમજ પેપોળ ગામ સહિત તાલુકાભરમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply