વડગામ તાલુકા FPS એસોસીએશન દ્વારા મામલતદાર K.P. સવઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
વડગામ તાલુકા ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા શનિવારે મામલતદાર K.P. સવઈ ને સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024 નો જથ્થો ઉપાડ, ચલન પેઈડ કે વિતરણ નહીં કરવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માં રેશન ડીલરો ના પડતર પ્રશ્નો અંગે રાજ્ય ના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકાર ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ આ પ્રશ્નો ની સતત ઉપેક્ષા ઓ થઈ રહી છે.જેથી રાજ્ય એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે પૂર્વ માં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગે ની ચળવળ જેમાં વિતરણ સંબધિત કામગીરી નું અસહકાર ચળવળ ને સમ્પૂર્ણ પણે વડગામ તાલુકા એસોસિયેશન દ્વારા સમર્થન આપ્યું છે. તે મુજબ વડગામ તાલુકા ના રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોમ્બર -૨૪ ના માસ થી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ,ચલન પેઇડ, કે વિતરણ કામગીરી માં અસહકાર નું વલણ અપનાવશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply