અમીરગઢ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
ભાજપના મેન્ડેટ મુજબ મુકેશભાઈ પટેલ ચેરમેન અને સંજયભાઈ જૈન વાઈસ ચેરમેન તરીકે વરાયા
પવન એક્સપ્રેસ | અમીરગઢ
અમીરગઢ: દાંતા પ્રાંત કચેરી ખાતે આજે અમીરગઢ તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે સંજયભાઈ જૈનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારી ન આવતા મુકેશભાઈ પટેલની ચેરમેન તરીકે તથા સંજયભાઈ જૈનની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી બાદ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મંડળ પ્રમુખ ગણેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભંવરસિંહ ડાભી, મહામંત્રીશ્રીઓ, એપીએમસી ચેરમેન પ્રવિણભાઈ પ્રજાપતિ, પૂર્વ એપીએમસી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સંઘના ડિરેક્ટરશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણીથી સંઘના સભ્યો અને ઉપસ્થિત આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપસ્થિત આગેવાનોએ બંને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી સંઘના વિકાસ અને ખેડૂતોના હિતમાં વધુ સારી કામગીરી કરવાની શુભકામનાઓ પાઠવી હતી.
પવન એક્સપ્રેસ | અમીરગઢ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
