શિક્ષક દિનની અનોખી ઉજવણી: સેવાભાવને મળ્યું વિશેષ સન્માન

શિક્ષક દિનની અનોખી ઉજવણી: સેવાભાવને મળ્યું વિશેષ સન્માન

શ્રી માણિભદ્રવીર વિદ્યામંદિર, મગરવાડા ખાતે બાળ આચાર્ય, બાળ શિક્ષકો અને ‘સેવક’ બનેલા વિદ્યાર્થીઓએ નિભાવી વિવિધ જવાબદારીઓ

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા

મગરવાડા: શ્રી વિજય સોમજી મહારાજ સાહેબના પાવન આશીર્વાદથી શ્રી માણિભદ્રવીર વિદ્યામંદિર, મગરવાડા ખાતે શિક્ષક દિનની અનોખી અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને જવાબદારીપૂર્વક શાળાના આચાર્ય, શિક્ષક તેમજ વિવિધ કર્મચારીઓની ભૂમિકા નિભાવી હતી.

શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે શાળાની વિવિધ જવાબદારીઓનો અનુભવ થાય તે હેતુથી બાળ આચાર્ય, બાળ શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓની ભૂમિકા સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની ભૂમિકા ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર નિભાવી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.

‘સેવક’ બનેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન

આ ઉજવણી દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચનાર અને હૃદયસ્પર્શી પ્રસંગ પટાવાળા એટલે કે ‘સેવક’ તરીકેની જવાબદારી નિભાવનાર વિદ્યાર્થીઓના સન્માનનો રહ્યો હતો.

શાળાની સ્વચ્છતા, વ્યવસ્થા તેમજ વિવિધ નાની-મોટી જવાબદારીઓ નિભાવી સેવા આપનાર વિદ્યાર્થીઓએ નિષ્ઠા, શિસ્ત અને સેવાભાવ સાથે પોતાની ફરજ બજાવી હતી. તેમના આ સેવાભાવને બિરદાવવા માટે શાળા પરિવાર દ્વારા તમામ સેવક બનેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી તેમને ભેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો કે, “કોઈપણ કાર્ય નાનું નથી; કાર્ય પ્રત્યેની નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારી જ વ્યક્તિને મહાન બનાવે છે.”

સેવક તરીકે સેવા આપનાર વિદ્યાર્થીઓ માટે આ સન્માન પ્રેરણારૂપ બન્યું હતું. સાથે જ સમગ્ર શાળા પરિવાર માટે પણ આ પ્રસંગ શિક્ષક દિનની ઉજવણીની યાદગાર ક્ષણ બની રહ્યો હતો.

બાળ આચાર્ય, બાળ શિક્ષકો અને સેવક બનેલા વિદ્યાર્થીઓની સુંદર કામગીરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને જીવંતતા જોવા મળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ સુંદર સહયોગ આપ્યો હતો.

પવન એક્સપ્રેસ | બનાસકાંઠા


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading