બનાસકાંઠા ડિવીઝન ખાતે તા. ૩ સપ્ટેમ્બરે ડાક અદાલત યોજાશે

બનાસકાંઠા ડિવીઝન ખાતે તા. ૩ સપ્ટેમ્બરે ડાક અદાલત યોજાશે

ટપાલ સેવા, વિતરણ, કાઉન્ટર સેવા અને બચત બેંકને લગતી ફરિયાદોનો કરાશે નિકાલ

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર, તા. ૩૧ ઓગસ્ટ: બનાસકાંઠા ડિવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા તેમજ બચત બેંકને લગતા પ્રશ્નો અને ફરિયાદોના નિકાલ માટે આગામી તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરની કચેરી ખાતે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાક અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાય ટપાલ સેવાઓને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા સંબંધિત ફરિયાદો ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘરની કચેરી, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરને તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

ફરિયાદો સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી ફરિયાદોને ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ નીતિ વિષયક મુદ્દાઓની સુનાવણી ડાક અદાલતમાં કરવામાં આવશે નહીં.

આ અંગે અધિક્ષક શ્રી ડાકઘર, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુર દ્વારા અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading