આઈ.ટી.આઈ. કુંમર ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પ્રકૃતિ મિત્ર ગ્રુપની પહેલથી સ્ટાફ અને તાલીમાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું
કુંમર: આઈ.ટી.આઈ. કુંમર ખાતે પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સૌજન્યથી તેમજ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને આશીર્વાદથી મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આઈ.ટી.આઈ.ના સ્ટાફ તેમજ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણનું જતન, હરિયાળી વધારવા અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા સુંદર પર્યાવરણનું નિર્માણ થાય તેવા હેતુથી આ પહેલ કરવામાં આવી હતી.
વૃક્ષારોપણ બાદ વાવેલા વૃક્ષોની નિયમિત જાળવણી અને સંરક્ષણ કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

પવન એક્સપ્રેસ | કુંમર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
