પાલનપુરમાં દિવ્યાંગ બાળકોએ અનોખી રીતે ઉજવ્યું રક્ષાબંધન

પાલનપુરમાં દિવ્યાંગ બાળકોએ અનોખી રીતે ઉજવ્યું રક્ષાબંધન

આકાંક્ષા પુનઃવસન કેન્દ્ર ખાતે દિવ્યાંગ બાળકોએ પોતાના હાથે બનાવેલી રાખડીઓથી ઉજવ્યો પ્રેમ અને રક્ષણનો પવિત્ર પર્વ

પવન એક્સપ્રેસ | પાલનપુર

પાલનપુર: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પાલનપુરના લક્ષ્મીપુરા સ્થિત આકાંક્ષા પુનઃવસન કેન્દ્ર, અંધજન મંડળ સંચાલિત માનસિક દિવ્યાંગ સેન્ટર ખાતે રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ પોતાના હાથે બનાવેલી રાખડીઓનું વેચાણ કર્યું હતું. ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન પ્રજાપતિ દ્વારા બાળકોના હાથે બનાવેલી રાખડીઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી બાળકોને રોજગારની સાથે આત્મવિશ્વાસ અને આત્મસન્માનની લાગણી પણ મળી હતી.

દિવ્યાંગ બહેનોએ બાંધી રાખડી

રક્ષાબંધન પ્રસંગે દિવ્યાંગ બહેનોએ પોતાના હાથે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીને રાખડી બાંધી હતી અને ધન્યતા અનુભવી હતી. પિન્કીબેન પ્રજાપતિએ પણ પોતાના હાથે બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.

કાર્યક્રમ દરમિયાન બાળકોને મીઠાઈ તેમજ વેફરનો નાસ્તો આપવામાં આવ્યો હતો. રાખડી બાંધતી વખતે તથા નાસ્તો મળતા નિર્દોષ દિવ્યાંગ બાળકોના ચહેરા પર અઢળક આનંદ અને ખુશી જોવા મળી હતી.

રાખડી ખરીદીને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવાનો સંદેશ

આકાંક્ષા પુનઃવસન કેન્દ્ર, લક્ષ્મીપુરા સેન્ટરના વનરાજસિંહ ચાવડા, કરુણાબેન મકવાણા તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા ઠાકોરદાસ ખત્રીનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દિવ્યાંગ બાળકો દ્વારા પોતાના હાથે બનાવવામાં આવતી રાખડીઓ ખરીદીને તેમને રોજગાર, આત્મનિર્ભરતા અને આત્મસન્માન તરફ પ્રોત્સાહિત કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજના દરેક વર્ગના લોકો દિવ્યાંગ બાળકોની કળા અને મહેનતને પ્રોત્સાહન આપે તો તેઓ પણ આત્મનિર્ભર બની શકે તેવો ભાવ આ સમગ્ર કાર્યક્રમમાંથી પ્રગટ થયો હતો.

— પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading