મગરવાડામાં શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાઈ

મગરવાડામાં શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા યોજાઈ

શ્રાવણ માસના પાવન પર્વે યોજાયેલી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

પવન એક્સપ્રેસ | વડગામ

વડગામ, મગરવાડા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડગામ તાલુકાના મગરવાડા ખાતે ગ્રામજનો દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભ પ્રારંભ પ્રસંગે સોમવારે મગરવાડા ગામમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

પોથીયાત્રા પ્રસંગે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ.પૂ. વિમલગચ્છાધિપતિ સરળમના આચાર્ય દેવ શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા. (ભાઈ મહારાજ) તથા ગાદીપતિ મગરવાડા તીર્થ સ્થાન યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે કથાકાર પૂજ્યપાદ ડૉ. મધુસૂદન શાસ્ત્રીજી દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોથીયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ શ્રદ્ધા તથા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સંતો અને કથાકારનું ભાવભેર સ્વાગત

મગરવાડા સ્થિત દુધેશ્વર મહાદેવ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા ઉપસ્થિત સંતો તથા કથાકારનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન યોજાનાર આ કથા જ્ઞાનયજ્ઞને લઈને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞના આયોજનથી મગરવાડા ગામમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ

— પવન એક્સપ્રેસ | વડગામ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading