📰 પવન એક્સપ્રેસ
જલોતરા ગામે એક જ દિવસમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેકથી મોત, ગામમાં ઘેરો શોક

જલોતરા: જલોતરા ગામ ખાતે આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ દિવસમાં એક જ પરિવારના બે સગા ભાઈઓને અચાનક હાર્ટ એટેક આવતા બંનેનું અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયતના સરપંચના પતિ શ્રી મહેશભાઈ મેઘરાજભાઈ ચૌધરીને અચાનક હાર્ટ એટેક આવતા પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવાની તજવીજ કરી રહ્યા હતા.
દરમિયાન, પરિવાર મહેશભાઈને દવાખાને લઈ જવાની તૈયારીમાં હતો ત્યારે જ તેમના મોટાભાઈ શ્રી ધીરુભાઈ મેઘરાજભાઈ ચૌધરીને પણ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તેમને પણ તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન દુર્ભાગ્યવશ બંને સગા ભાઈઓનું અવસાન થયું હતું.
એક જ દિવસમાં એક જ પરિવારના બે સગા ભાઈઓના અવસાનના સમાચારથી સમગ્ર જલોતરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંને ભાઈઓના અંતિમ સંસ્કાર પણ સાથે કરવામાં આવતા ગામજનો અને પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.
પવન એક્સપ્રેસ પરિવાર પ્રભુને પ્રાર્થના કરે છે કે બંને દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને શોકસંતપ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.
🙏 ઓમ શાંતિ 🙏
અહેવાલ : પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
