બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા રામરોટી સેવા હેઠળ 700થી વધુ જરૂરિયાતમંદોને પાવભાજીનો પ્રસાદ

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા રામરોટી સેવા હેઠળ 700થી વધુ જરૂરિયાતમંદોને પાવભાજીનો પ્રસાદ.

પાલનપુર: બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી “ભૂખ્યાને ભોજન – રામરોટી” સેવા અંતર્ગત આજે દાતાશ્રી લીલાબેન હજારીભાઈ સોલંકી, ગામ સોડાપુર, તાલુકો ડીસા તથા તેમના પુત્ર દસરથભાઈ હજારીભાઈ, જેઓ પાલનપુર ખાતે ડી.વાય.એસ.પી. કચેરીમાં ફરજ બજાવે છે, તેમના તરફથી જરૂરિયાતમંદ લોકો માટે પાવભાજીના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ હિન્દુ ધર્મનો પવિત્ર ગણાતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે ભગવાન ભોળાનાથને સમર્પિત છે. આ પવિત્ર માસમાં ભક્તિ, દાન અને પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે. આ પાવન અવસરે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞરૂપે શહેરના ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની સેવા સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

બજરંગીસેના સેવા ટ્રસ્ટની “ભૂખ્યાને ભોજન – રામરોટી” સેવા દ્વારા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને 700થી વધુ જરૂરિયાતમંદ લોકો અને બાળકોને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રામલીલા મેદાન, જૈન દાદાવાડી પાસે, જનકપુરી સોસાયટી પાસે, કર્ણાવત સ્કૂલ પાસે, ગોબરી રોડ તેમજ પટણી વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવે છે.

આજના આ સુંદર અને સેવાભાવી આયોજન માટે બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી લીલાબેન હજારીભાઈ સોલંકી તથા તેમના પુત્ર દસરથભાઈ હજારીભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading