મોરડુંગરા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

મોરડુંગરા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

પવન એકસપ્રેસ 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી મોરડુંગરા પ્રાથમિક શાળા, તા. હડાદ, જી. બનાસકાંઠા ખાતે બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
બાળમેળો તા.૭/૦૮/૨૦૨૬ તથા લાઇફ સ્કીલમેળો તા. ૦૮/૦૮/૨૦૨૬ના રોજ યોજવામાં આવ્યો. મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં સર્જનાત્મકતા, વ્યવહારુ જીવનકૌશલ્ય, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ, વાંચન-લેખન, આત્મવિશ્વાસ તથા સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવાનો હતો.
બાળમેળો અને લાઈફસ્કીલ મેળાનું આયોજન બાબતબાળમેળા દરમિયાન વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ, રંગોળી, માટીકામ, કાગળકામ, હસ્તકલા, શબ્દરમત, ગણિત રમતો, વેસ્ટમાંથી બેસ્ટ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
લાઈફ સ્કીલ મેળામાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સર્જનાત્મકતા, વ્યવહારુ જીવનકૌશલ્ય, પર્યાવરણ જાળવણી, વાંચન-લેખન, અભિવ્યક્તિ, ખાદ્યપદાર્થોની ઓળખ તથા સામાજિક જીવનને લગતી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રાયોગિક અનુભવ આપવામાં આવ્યો.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના મેળા દ્વારા બાળકોમાં ‘કરતાં શીખવું’ અને પોતાની પ્રતિભા રજૂ કરવાની ભાવનાને પ્રોત્સાહન મળ્યું. તમામ પ્રવૃતિઓમાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading