બનાસકાંઠા પોલીસની હુનહાર ડોગ રોશનીની રાજ્ય કક્ષાની પરેડમાં પસંદગી.

બનાસકાંઠા પોલીસની હુનહાર ડોગ રોશનીની રાજ્ય કક્ષાની પરેડમાં પસંદગી

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અમરેલી ખાતે ડોગ રોશની ડોગ શો અને પરેડના કરબત કરશે

મર્ડર,લૂંટ ચોરી,દુષ્કર્મ જેવા વણ ઉકલ્યા ગુના શોધવામાં ડોગ રોશનીને મહત્વની ભૂમિકા ભજવી છે

અમરેલી ખાતે ચાલુ વર્ષે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે જેમાં ડોગ શો અને પરેડના બનાસકાંઠા જિલ્લા પોલીસની હોનહાર ડોગ રોશનીની પસંદગી થવા પામી છે જે 15 ઓગસ્ટે રાજ્યકક્ષાની ઉજવણીના હેરત અંગેજની કરબતો બતાવી ઉપસ્થિત લોકોને મંત્ર મુગ્ધ કરી મૂકશે

બનાસકાંઠા પોલીસની શાન પોલીસ ડોગ રોશની કુનેહ ભરી કામગીરી નોંધપાત્ર રહે છે મર્ડર, લૂંટ,ચોરી, રેપ ના બનાવો તેમજ અન્ય ક્રાઇમના કડીઓ મેળવવા તેમજ આરોપી સુધી પહોચવામા પોલીસને મદદરૂપ બની રહે છે જેને લઈ તેની રાજ્ય કક્ષાની પરેડો અને પોલીસ ડોગશોમાં તેની પસંદગી થાય છે આ ડોગ રોશનીએ પાલનપુરના ચકચારી ટોકરીયા, કુશકલ અને થરાદ મર્ડર કેસમાં ગુનાનો ભેદ ઉકેલવા મહત્વની ભૂમિકા ભજવી હતી જોકે અગામી 15 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં રાજ્ય કક્ષાના ડોગ શોમાં પોલીસ ડોગ રોશની પોતાની આવડતથી ડોગ શો અને પરેડમાં પોતાનું કોવત બતાવશે તેને હેન્ડલ કરશે તેના હેન્ડલર વિક્રમ કુમાર શિવલાલ રાવલ જોકે આ હેન્ડલર વર્ષ 2006 થી ડોગ સ્કોડમાં ટ્રેકર ડોગ હેન્ડલર તરીકે ફરજ બજાવે છે અને પોતાની ફરજોનું પાલન કરીને ડોગ શો સફળ કરાવે છે જેને લઇ પોલીસ ડોગ રોશની ક્લાસ ટુ કેટેગરી ના ઓફિસર દરજ્જામાં અનેકવિધ સુવિધાઓ ભોગવે છે #palanpur_city #GujaratiNews #banaskantha #gujarat #viral #news


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading