ગ્લોબલ પેપર ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., લોરવાડા ખાતે ફર્સ્ટ એડ, ફાયર સેફ્ટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સી.પી.આર. અંગે ઔદ્યોગિક તાલીમ યોજાઈ

ગ્લોબલ પેપર ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., લોરવાડા ખાતે ફર્સ્ટ એડ, ફાયર સેફ્ટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સી.પી.આર. અંગે ઔદ્યોગિક તાલીમ યોજાઈ

ડીસા તાલુકાના લોરવાડા ગામ સ્થિત ગ્લોબલ પેપર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કર્મચારીઓ માટે ફર્સ્ટ એડ, ફાયર સેફ્ટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા સી.પી.આર. (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) અંગે વિશેષ ઔદ્યોગિક તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ તાલીમમાં અકસ્માત કે આપત્તિના સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, આગ લાગવાની સ્થિતિમાં સુરક્ષિત રીતે બચાવ અને નિયંત્રણના ઉપાયો, વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન સાવચેતીના પગલાં તેમજ હૃદયરોગના હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં સી.પી.આર. આપવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.

કાર્યક્રમમાં GUJ AID ના ફાઉન્ડર શ્રી સુરેશભાઈ ગામી તથા તેમના સાથી પવનભાઈ પ્રજાપતિ દ્વારા કર્મચારીઓને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાયોગિક નિદર્શન દ્વારા તાલીમને વધુ અસરકારક બનાવી.

આ તાલીમમાં ગ્લોબલ પેપર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના શ્રી જે. પી. મહેશ્વરી તથા કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તાલીમ દરમિયાન કર્મચારીઓએ વિવિધ સુરક્ષા સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા અને ભવિષ્યમાં કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં સતર્કતા સાથે કામગીરી કરી શકાય તે માટે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

કાર્યક્રમના અંતે કંપનીના પ્રતિનિધી જે.પી
મહેશ્વરીએ ટ્રેનરોનો આભાર વ્યક્ત કર્યો અને આવી તાલીમ કર્મચારીઓની સુરક્ષા અને જાગૃતિ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading