માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો

માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો

નવી કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા, બ્લોક અને શેડની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ઉઠી રહેલી ચિંતાઓ

માલણ: માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં નવી કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવા છતાં આરોગ્ય કેન્દ્રના રસ્તા, આસપાસના બ્લોક તથા શેડની કામગીરીની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

સ્થળ પર થયેલી કામગીરી અંગે સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી નાણાંમાંથી કરવામાં આવેલા વિકાસકાર્યોમાં ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની ગુણવત્તા તેમજ કામની પૂર્ણતા અને ટકાઉપણાની યોગ્ય ચકાસણી થવી જરૂરી છે. ખાસ કરીને રસ્તા, બ્લોક તથા શેડની કામગીરીમાં જો ગુણવત્તા અંગે કોઈ ખામી હોય તો તેની જવાબદારી નક્કી કરવી આવશ્યક બને છે.

સ્થાનિકોનું કહેવું છે કે સરકારી નાણાં પ્રજાના નાણાં છે, તેથી આવા કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ. કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કયા પ્રકારનું મટિરિયલ વપરાયું અને કામ કયા ધોરણો મુજબ કરવામાં આવ્યું તેની તટસ્થ તપાસ થવી જોઈએ.

માલણના ગ્રામજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થળ તપાસ હાથ ધરી કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવે, જરૂરી હોય તો મટિરિયલના નમૂનાઓની ગુણવત્તા ચકાસણી કરાવવામાં આવે અને સમગ્ર કામ અંગે હકીકત જાહેર કરવામાં આવે.

જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, બેદરકારી અથવા હલકી ગુણવત્તાની કામગીરી સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ કે કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

માલણના લોકોનો સીધો સવાલ:

“સરકારી કામમાં પ્રજાના પૈસાથી કામગીરી થાય ત્યારે ગુણવત્તા સાથે સમાધાન કેમ?”

હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ ગંભીર મુદ્દે સ્થળ તપાસ કરી હકીકત બહાર લાવે છે કે નહીં.

તસવીર/અહેવાલ: અમરત મકવાણા. માલણ

— પવન એક્સપ્રેસ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading