પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ
કલેક્ટર કચેરીની નવી ઈમારતના નિર્માણને પગલે જનસેવા કેન્દ્ર નવા કામચલાઉ સ્થળેથી કાર્યરત
પાલનપુર શહેર તથા તાલુકાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીની નવી ઈમારતનું નિર્માણ કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ હોવાથી વર્તમાન જનસેવા કેન્દ્રનું કામચલાઉ ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નાયબ કલેક્ટરશ્રી, પાલનપુરની અખબારી યાદી મુજબ જનસેવા કેન્દ્ર તા. 13 જુલાઈ, 2026થી ટેકનિકલ હાઈસ્કૂલ, ગઠામણ ગેટ, પાલનપુર ખાતે કાર્યરત કરવામાં આવી છે. તેથી તમામ અરજદારો અને નાગરિકોને જનસેવા કેન્દ્ર સંબંધિત તમામ સેવાઓ અને કામગીરી માટે નવા કામચલાઉ સ્થળે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
જનસેવા કેન્દ્રની આ કામચલાઉ વ્યવસ્થા જિલ્લા કલેક્ટર કચેરી તથા જનસેવા કેન્દ્રની નવી ઈમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જનસેવા કેન્દ્રને નવી ઈમારતમાં સ્થળાંતર કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
