આતંકવાદ પ્રવુતિના વિરોધમાં પાલનપુર ખાતે આક્રોશ રેલી યોજાઇ


આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરાઇ
આતંકવાદીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવા આવેદનપત્ર અપાયું
ગુજરાત એટીએસે તાજેતરમાં પાલનપુર તાલુકાના ભાગળ સહિત રાજ્યમાં જૈસે એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા આઠ આતંકીઓને ઝડપી પાડ્યા હતા તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આતંકીઓનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી
પાલનપુર તાલુકો શાંતિપ્રિય છે અહી ભાગળ ગામે ચાર અસમાજિક તત્વો જે આંતર રાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોય ગુજરાત એટીએસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને સાથે રાખી તેમના મકાનોની તલાશી લેવામાં આવતા મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હતા જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો જોકે આ આતંકીઓ જિલ્લામા મોટું નેટવર્ક ઉભુ કરી મોટા કાવતરા નું આયોજન કરી રહ્યા હોય તેઓ સ્થાનિક સ્તરે કોના સંપર્કમાં હતા તેમને કોને કોને મદદ કરી છે તેવા લોકોની તેમજ આસપાસના ગામોમાં આવેલ મદ્રેસા ઓ તેમજ મુસ્લિમ વિસ્તારમાં ભાડે રહેતા લોકોની તપાસ કરવાની માંગ સાથે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્રોશ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ને સુનિશ્ચિત કરવા આ આતંકીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
