પાલનપુર નગરપાલિકામાં જાહેર જનતા માટે વિકાસ નકશો પ્રસિદ્ધ કરવામાં આવ્યો
ક્યુઆર કોડ મારફતે લોકો પોતાના મોબાઈલમાં શહેરના વિકાસ નકશાને નિહાળી શકશે
વિકાસ નકશામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એગ્રી કલ્ચર ઝોન જાહેર કરવામાં આવ્યા
પાલનપુર નગરપાલિકા દ્વારા વર્ષોથી તૈયાર કરવામાં આવેલ વિકાસ નકશો વિવિધ ક્ષતિઓનાં કારણે અનેકવાર ગાંધીનગરથી પરત ફરતા વિકાસ નકશો વિવાદિત બન્યો હતો જોકે અંતે મે મહિનામાં સરકારે વિકાસ નકશાને મંજૂરીની મહોર મારતા તેનું નોટીફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેના આધારે તૈયાર કરવામાં આવેલ સૂચિત નકશો લોકો માટે પાલિકાના કેમ્પસમાં લગાવવામાં આવ્યો છે
પાલનપુર નગરપાલીકાના દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ નકશામાં ખેડૂતોની જમીનો કપાતી હોય અને બિલ્ડર લોબીને ફાયદો થતો હોય તેવા વાંધા સૂચનો ઉભા થતા પાલીકા દ્વારા અગાઉ આ વિકાસ નકશાને મંજૂરી માટે અનેકવાર ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ અરજદારોના વાંધા સૂચનોને લઇ બે થી ત્રણ વાર આ વિકાસ નકશો મંજૂર થયા વિના પરત ફરતા વિકાસ નકશો વિવાદમાં સપડાયો હતો જે બાદ પાલીકા દ્વારા સુધારા વધારા સાથે ફરી વિકાસ નકશાને મંજૂરી માટે ગાંધીનગર ખાતે રજૂ કરવામાં સરકાર દ્વારા તાં.15 મે 2026 ના રોજ આ વિકાસ નકશાને મંજૂરી આપવામાં આવી હતી અને તેનું નોટીફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ જેના તૈયાર કરવામાં આવેલ સૂચિત વિકાસ નકશો નાગરિકો જોઈ શકે તે હેતુથી પાલનપુર નગરપાલિકા કેમ્પસમાં વિકાસ નકશો મૂકવામાં આવ્યો છે જેના લોકો ક્યુઆર કોડ મારફતે ઘરે બેઠા પણ મોબાઈલમાં આ વિકાસ નકશો જોઈ શકશે જોકે આ વિકાસ નકશામાં પાલિકાના પશ્ચિમ વિસ્તારમાં વધુ એગ્રીકલ્ચર ઝોન જાહેર કરવામાં આવ્યા હોવાના કારણે પારપડા અને એગોલા રોડ પર ડેવલોપમેન્ટ ન થવાના કારણે આ વિસ્તારના વિકાસમાં અવરોધ ઉભો થવાની શક્યતા વર્તાય રહી છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
