ચોમાસું માથે છતાં પાલનપુરના દેવપુરા વિસ્તારના મંજૂર થયેલા કામો કેમ અટક્યા ? : પૂર્વ નગરસેવક કૌશલ જોષીની તંત્રને ઉગ્ર રજૂઆત

ચોમાસું માથે છતાં પાલનપુરના દેવપુરા વિસ્તારના મંજૂર થયેલા કામો કેમ અટક્યા ? : પૂર્વ નગરસેવક કૌશલ જોષીની તંત્રને ઉગ્ર રજૂઆત

​વોર્ડ નં. ૮ માં મંજૂર થયેલ વરસાદી પાણીના નિકાલ અને સી.સી. રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા ચીફ ઓફિસર અને પ્રમુખને પત્ર

વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કામ શરૂ ન કરાતા સ્થાનિક રહીશોમાં ચોમાસા પહેલાં જ ભારે હાલાકીનો સામનો કરવો પડે તે પરિસ્થિતિ સર્જાઈ

​પાલનપુર: ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ માં સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રજાજનોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પાલનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક કૌશલ અમૃતલાલ જોષીએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવી ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર)ને તેમજ જી.યુ.ડી.સી વિભાગને લેખિત પત્ર લખીને મંજૂર થયેલા કામો યુદ્ધના ધોરણે ચાલુ કરવા માગ કરી છે.
​પૂર્વ નગરસેવક કૌશલ જોષીએ પત્રમાં જણાવ્યું છે કે, ગત ટર્મમાં તેમના કાર્યકાળ દરમિયાન વોર્ડ નંબર ૮ માં આવતા દેવપુરા ગામ, નવદુર્ગા સોસાયટી તેમજ ખોડિયાર સોસાયટી (ડીસા હાઇવે) વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે GUDC (જી.યુ.ડી.સી.) વિભાગ પાસે ખાસ સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે વરસાદી પાણીના નિકાલનું મહત્વનું કામ મંજૂર કરાવીને તેનો વર્ક ઓર્ડર પણ ઈશ્યુ કરાવી દેવામાં આવ્યો હતો. પરંતુ, વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં હજુ સુધી ગ્રાઉન્ડ લેવલ પર આ કામ શરૂ કરવામાં ન આવતા દર વર્ષે ચોમાસામાં દેવપુરા અને આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો ભારે હેરાન-પરેશાન થઈ જાય છે. જો ચોમાસા પહેલા આ કામ પૂર્ણ ન થાય તો આ વર્ષે પણ જનતાએ ભારે હાલાકી ભોગવવી પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે
પૂર્વ નગરસેવકે વધુમાં જણાવ્યું હતું કે જો આ વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ દેવપુરા થી ડીસા હાઈવેને જોડતા સી.સી. રોડનું કામ પણ ગત ટર્મમાં મંજૂર કરાવેલું છે. વરસાદી નિકાલનું કામ અટકેલું હોવાથી રોડનું કામ પણ શરૂ થઈ શક્યું નથી.
​ચોમાસા પૂર્વે આ બંને કામો સમયસર શરૂ કરાવીને પૂર્ણ કરવામાં આવેતો પ્રજાને પડતી હાલાકી માંથી મુક્તિ મળશે
હવે જોવાનું એ રહ્યું કે પાલિકા લોકહિતના કામો શરૂ કરાવે છે કે પછી પ્રજાએ ફરીથી પાણીમાં ડૂબવાનો વારો આવશે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading