પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન પાલનપુરની નવી કમિટીની રચના કરવામાં આવી.


પાલનપુર, તા. 23 મે 2026 પાલનપુર ખાતે આવેલ એક ખાનગી હોટલમાં પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન પાલનપુરની નવી કમિટીની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ફોટોગ્રાફર મિત્રોએ નવી કમિટીને સર્વાનુમતે બહાલી આપી હતી.
નવી કમિટીમાં પ્રમુખ તરીકે વિજયભાઈ ખત્રી, ઉપ-પ્રમુખ તરીકે જીતુભાઈ સેંધાણિયા, મંત્રી તરીકે ભરતભાઈ પટેલ, સહમંત્રી તરીકે પ્રવીણભાઈ પ્રજાપતિ (પવનભાઈ), ખજાનચી તરીકે કિરણભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
તેમજ કારોબારી સભ્યો તરીકે કિંજલભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ, વિનયસિંહ, દિપસિંહ, વિનોદભાઈ પટેલ અને હર્ષદભાઈ ફોસીની પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે સલાહકાર સમિતિમાં પરેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, યોગેશભાઈ પરમાર અને નિકુંજભાઈ વ્યાસની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી.
નવી કમિટીના હોદ્દેદારોએ એસોસિએશનને વધુ મજબૂત બનાવી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ક્ષેત્રના હિત માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
