વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર એવિએશન ટર્બાઇન ફ્યુલ ભરેલું ટેન્કર પલટી.
વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) ભરેલું ટેન્કર માંથી હજારો લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાયુ, સતર્કતા વચ્ચે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવાયા..
વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી હજારો લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા.
પારડી મામલતદારને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અધિકારીએ જણાવ્યું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ(ATF)અત્યંત જ્વલનશીલ ઇંધણ છે. આથી, સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
