પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક ચોરી

પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલા નજીક આવેલા એક મકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ચોરો રોકડ રકમ અને ચાંદીના વાસણો ચોરી ફરાર થઈ ગયા હતા.
ચોરોએ ગણતરીની મિનિટોમાં મકાનને નિશાન બનાવી કિંમતી સામાન પર હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં બે ઈસમો દરવાજા કૂદીને ઘરમાં પ્રવેશ કરતા અને ચોરી કરીને ફરાર થતા સ્પષ્ટ દેખાય છે.
ચોરોએ ચાંદીના ગ્લાસ, વાટકી, બોટલ અને ચાંદીના સિક્કા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. મકાન માલિક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
