” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “
ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, મહિલા જાગૃતિ અને મહિલા સશક્તિકરણ વિષય ઉપર સંવાદ અને ગ્રૂપ ચર્ચા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજક સંસ્થાઓ દ્વારા દીકરીઓને મહિલા સુરક્ષા અંગે વિવિધ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ દીકરીઓને કરાટે, જુડો અને માર્શલ આર્ટ જેવી આત્મરક્ષા તાલીમ મેળવવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.
સ્કૂલ અને કોલેજના અભ્યાસ દરમિયાન દીકરીઓએ જાગૃત રહીને પોતાના હક્કો અને સુરક્ષા અંગે સચેત રહેવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કોઈપણ પ્રકારની તકલીફ સર્જાય તો 112 હેલ્પલાઇન, 181 અભયમ હેલ્પલાઇન અથવા આયોજક સંસ્થાનો સંપર્ક કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આપણા પ્રાચીન ગ્રંથો રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા ના નિયમિત અભ્યાસ દ્વારા સકારાત્મક જીવનમૂલ્યો અપનાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી કુલીશભાઈ જોશી, સ્નેહલબેન રાવલ, ધ્રુવ ગુપ્તા તેમજ જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપના ડો. હેમેન્દ્રભાઈ જોશી, જયેશભાઈ સોની, તૃપ્તિબેન પટેલ, અશોકભાઈ પઢીયાર અને અન્ય સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
