અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો
અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026 ના રોજ ધાર્મિક હર્ષોલાસ સાથે ઉજવાયો.આ પ્રસંગે પંચકુંડી લઘુરુદ્ર યજ્ઞ કરવા માં આવેલ. જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે આહુતિ અપાયેલ.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી મહેશભાઇ શાહ, આશિષભાઇ રાવલ અને ભરતભાઇ મોદી તેમજ અજાપુર (મોટા) તથા સુરેલા ગ્રામજનો દ્વારા કરાયેલ.
આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો,મહંતો,ગ્રામજનો,ધર્મપ્રેમીઓ,મિત્રો, શુભેચ્છકો એ ઉપસ્થિત રહી દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.. ભોજન પ્રસાદના દાતા તરીકે શ્રી જાલેશ્વર મહાદેવ કૃપા (સાગ્રોસણા)તથા રાધેશ્યામ સોસાયટી, લક્ષ્મીપુરાના ભાવિક ભક્તો દ્વારા સહયોગ અપાયેલ.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નદી, ઝરણા અને ધોધ સાથે ચારેય તરફ લીલોતરી પથરાયેલી હોય મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી આવતા હોય છે. નીલકંઠ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણથી શિવ ભક્તો, ધર્મપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કુદરત ના ખોળે આ ધાર્મિક, પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેવા ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
