ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી: પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ

ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી

પાલનપુરમાં કોર્ટ સંકૂલને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વકીલોનો વિરોધ


 

છેલ્લા દસ દિવસથી વકીલો દ્વારા આ નિર્ણય સામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કોર્ટ સંકુલમાં ધરણાં પર બેઠેલા વકીલોએ આજે રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેર બહાર ખસેડવાના નિર્ણય સામે વકીલો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બાર એસોસિયેશન દ્વારા રેલી યોજી કોર્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી કોર્ટને શહેરથી સાત કિલોમીટર દૂર ખસેડવાના પ્રસ્તાવનો વકીલો વિરોધ કરી રહ્યા છે.

વકીલોના આંદોલનને કારણે આજે કોર્ટની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી, જેનાથી ન્યાયિક પ્રક્રિયા પર અસર જોવા મળી હતી. વકીલોનું કહેવું છે કે, પાલનપુર શહેરની મધ્યમાં આવેલું હાલનું કોર્ટ સંકુલ જિલ્લા અને તાલુકા કક્ષાના અરજદારો માટે સરળતાથી સુલભ છે.

જો કોર્ટને શહેર બહાર ખસેડવામાં આવશે, તો અરજદારો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બાર એસોસિયેશનના આગેવાનોએ આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને તેને પાછો ખેંચવાની માંગ કરી છે.

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading