આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ , પાલનપુર ખાતે મહિલા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોલેજ ઓફ કોમર્સમાં Women Development Cell દ્વારા “મહિલા જન જાગૃતિ અભિયાન”નું સફળ આયોજન તા. 8 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ પોલીસ સ્ટેશન, ના PSI નીતા બી. ચૌધરી પોતાની ટીમ અને ટેક્નિકલ સહાયક સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટીમનું “ભગવાન બિરસા મુંડા” પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વક્તા PSI શ્રી નીતા બી. ચૌધરીએ પોતાના પ્રવચનમાં મહિલાઓની સુરક્ષા, કાયદાકીય હકો તથા આત્મરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને સાયબર ક્રાઇમ, ઘરેલુ હિંસા અને મહિલા વિરુદ્ધના ગુનાઓ અંગે જાગૃત રહેવાની જરૂરિયાત સમજાવી અને આવી પરિસ્થિતિઓમાં પોલીસ તંત્રની મદદ કેવી રીતે લેવી તેની માહિતી આપી હતી. તેમણે યુવતીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તથા અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. વાય.બી. ડબગરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. WDC સંયોજક ડૉ. શીતલ ચૌધરીએ મહિલાઓમાં જાગૃતિ લાવવાનું મહત્વ સમજાવ્યું અને ભવિષ્યમાં પણ સ્ટાફ તથા કોલેજના સહકારથી આવા કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો કૃતજ્ઞતા પૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્ટાફમાંથી પ્રોફ. ડી.એન. પટેલ, પ્રોફ. આર.ડી. વરસાત, ડૉ. કે.કે. મથુર, ડૉ. અજિત, ડૉ. સુનીલ ચૌધરી તેમજ WDC સભ્ય ડૉ. હેતલ બી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રોફ. આર.ડી. વરસાત દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ:ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
