જીવદયા ફાઉન્ડેશન દ્વારા વડગામ પાસે રૂપાલ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા વડગામ પાસે રૂપાલ જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખેલ.

પાલનપુર પાસે વડગામ પાસે આવેલ રૂપાલ જંગલ વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા બહેનો (દુબઈ) માં રહેતી બહેનોને સહયોગ થી પરાગભાઈ સ્વામી.ના હસ્તે કિડિયારું પુરવામાં આવ્યુ કીડી માટે કીડિયારું પૂરવા માં આવ્યું. સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને ગોળ, ખાંડ દેશી ઘી, મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવેછે. કીડીને કીડીયારું પૂરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. નારીયેલના કીડિયારું ના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નારીયેળ ઉપર કાણું પાડી ને કીડિયારું પૂરવામાં આવે છે. બાદમાં વૃક્ષ નીચે બખોલ માં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે ,અને ચોમાસા માં વરસાદ થી બચવા આશરો પણ લે છે. વ્યક્તિ ને ભોજન આપી એ તો તે અંદર થી આપણ ને આશીર્વાદ આપે છે , તેવી રીતે જ કીડી ને કણ નાખવામાં આવે તો તે પણ આપણ ને આશીર્વાદ આપે છે. આપણી દરેક મુશ્કેલી માં એ આપણ ને બચાવે છે. અને કીડી ને કણ નાખવા લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળેછે.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા બાલારામ થી વિરમપુર પાસે જંગલ વિસ્તાર માં કીડિયારું પુરવા નો પ્રોગ્રામ રાખે જીવદયા ફાઉન્ડેશન દ્વારા બહેનો (દુબઈ) ના સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. ભગુ ખત્રી. રમેશભાઈ કે મોદી.ગૌરવ મહેન્દ્રભાઈ શાહ.અશોકભાઈ પઢીયાર. અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading