પાલનપુરની ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટને જગાણા ખસેડવાની હિલચાલનો વિરૂધ્ધ
વકીલ મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કોર્ટનું સ્થળાંતર રોકવા ઉગ્ર માંગ કરી
કોર્ટે ખસેડવાનો તઘલખી નિર્ણય બદલવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપાઇ
પાલનપુરમાં જોરાવર પેલેસમાં આઝાદી કાળ થી ચાલતી ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટને જિલ્લાના વડા મથક થી સાત કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવાના તઘલખી નિર્ણયને લઇ વકીલ મંડળમાં ઉગ્ર રોષ ફેલાયો છે જેમાં કોર્ટનું સ્થળાંતર રોકવા છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે જેનો યોગ્ય જવાબ ન મળતા આખરે વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી કોર્ટનું સ્થળાંતર રોકવાની માંગ કરી હતી
બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરની મધ્યમાં જિલ્લા કોર્ટે આવેલી છે જેના કારણે પક્ષકારો સહિતના લોકોને અનુકુળતા પડે છે સાથે વિવિધ ક્ષેત્રે શહેરને આર્થિક ફાયદો થઇ રહ્યો છે જોકે આઝાદી કાળ થી જોરાવર પેલેસમાં ચાલતી કોર્ટને જગાણા ખસેડવામાં આવે તો લોકોને સાત કિલોમીટરનું અંતર કાપવું પડે અને હાલાકી વેઠવી પડે જેને લઈ કોર્ટે નું સ્થળાંતર રોકવા વિવિધ સંગઠનો અને વકીલ મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર અને સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં કોર્ટે ખસેડવાના તગલખી નિર્ણય બદલવામાં ન આવતા આખરે બાર એસોસિએશન વકીલોએ કાળી પટ્ટી ધારણ કરી ને કોર્ટે ખસેડવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કોર્ટે નું સ્થળાંતર રોકવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો સાથે મળી વિશાળ રેલી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
