
રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત
રાનેર | કાંકરેજ તાલુકાના રાનેર ગામે બસ સ્ટેશન પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત ભીડ વાળા માર્ગ પર સર્જાતા ઇકો ગાડીના આગળના ભાગે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા અને મદદરૂપ બન્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. થોડીવાર માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ સ્થાનિકોના સહકારથી વાહનવ્યવહાર ફરી શરૂ કરાયો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
