સમભાવ ટ્રસ્ટ દ્વારા ચુલીપાણી આદિવાસી વીસ્તાર માં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને ઉત્તરાયણ નીમીત્તી લોકો ને તલના લાડુ અને મીઠાઈ આપવામાં આવી.

ઉતરાયણ ના પર્વ નિમિત્તે આદિવાસી આંતરિયાળ ગામ ચુલીપાણી ગામડામાં સમભાવ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સ્વયંસેવકો દ્વારા અંદાજે પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલીને આદિવાસી વિસ્તારમાં જઈ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન સ્થાનિક લોકોને આરોગ્ય તપાસ જરૂરી માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારોને ઠંડીથી બચવા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાયણ ની ઉજવણી રૂપે તલના લાડુ મીઠાઈ અને નમકીન પણ આપવામાં આવ્યા હતા.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
