ઇકબાલગઢના દરજી પરિવારના બે રત્નો દેશસેવામાં: નાના ભાઈ CRPF બાદ હવે મોટાભાઈની CISF માં પસંદગી
તસ્વીર-પ્રવિણ દરજી
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંથકમાં રહેતા અને મૂળ જીવાણાના વતની દરજી પરિવાર માટે ગૌરવના સમાચાર પ્રાપ્ત થયા છે. દરજી જગદીશજી અનાજીના મોટા પુત્ર રણજીતભાઈ જગદીશજી ની તાજેતરમાં જાહેર થયેલ SSC Constable (GD) ના પરિણામમાં CISF (Central Industrial Security Force) માં પસંદગી થઈ છે.


એક જ પરિવારના બે પુત્રો સરહદના રખેવાળ:
આ પરિવાર માટે આ સતત બીજી મોટી સફળતા છે. ગત વર્ષે જગદીશભાઈના નાના પુત્ર ખુશાલભાઈ જગદીશજી ની પસંદગી CRPF માં થઈ હતી. ખુશાલભાઈએ પોતાની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હાલ તેઓ ઝારખંડ ખાતે દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે. હવે મોટાભાઈ રણજીતભાઈએ પણ સી.આઈ.એસ.એફ. માં સ્થાન મેળવી પિતા જગદીશજી અને માતા ભાવનાબેનનું સ્વપ્ન સાકાર કર્યું છે.
પરિવાર અને મોસાળ પક્ષમાં હર્ષની હેલી:
રણજીતભાઈની આ સફળતાથી માત્ર તેમના ગામમાં જ નહીં, પરંતુ તેમના મોસાળ લવારા ખાતે પણ ખુશીનો માહોલ છે. લવારા નિવાસી તેમના મામા દરજી મલાભાઈ મસરાજી તથા દરજી દિનેશભાઈ મસરાજી એ પોતાના ભાણેજની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો છે.
એક સામાન્ય પરિવારના બે-બે દીકરાઓ જ્યારે દેશની સુરક્ષા કાજે લશ્કરમાં જોડાય ત્યારે તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે. રણજીતભાઈની આ સફળતા બદલ તેમની નાની બહેન કાજલ, સમગ્ર પરિવાર, જીવાણા ગામ તેમજ દરજી સમાજ હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને રણજીતભાઈ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
