બનાસકાંઠામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ
તા.૦૪ નવેમ્બરથી તા.૦૪ ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે
બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બૃહદ બનાસકાંઠા જિલ્લાના તાબા હેઠળની તમામ ૦૯-વિધાનસભા મતદાર વિભાગોમાં ૪ નવેમ્બર ૨૦૨૫થી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.
બૃહદ બનાસકાંઠા જિલ્લામાં તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form) તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.
ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી ૫રત મળેલ તમામ ગણતરી ૫ત્રકો (Enumeration Form) ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકો(Enumeration Form) ની અલગ યાદી બનાવી નિયત સ્થળો ૫ર લગાવવામાં આવશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી હાથ ધરશે. આધાર પુરાવા મેળવીને આખરી મતદારયાદી તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિઘ્ઘ કરશે.
– ગણતરી પત્રક વિતરણ તા. ૪ નવેમ્બર થી ૪ ડિસેમ્બર ૨૦૨૫
– હંગામી મતદાર યાદી પ્રસિધ્ધ તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫
– સુધારા અને દાવાની તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૮ જાન્યુઆરી ૨૦૨૬
– નોટિસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬
– અંતિમ મતદાર યાદીની તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
