જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ
ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ
બનાસકાંઠા જિલ્લાના કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે મતદાર નોધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોધણી અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પંચના માર્ગદર્શક સુચનોની ચૂસ્ત અમલવારી કરવા સૂચના આપી હતી.
જિલ્લાના દરેક મતદાર નોધણી અધિકારીએ સમયમર્યાદા મુજબ ઇન્યુમરેશન ફોર્મ ૬, ૭ અને ૮ ની પ્રક્રિયા પૂર્ણ કરવા, નવા મતદારોની નોંધણી સહિત બ્લોક લેવલ ઓફિસરો (BLO) દ્વારા ઘર ઘર જઈને મતદારોની નોંધણી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભવ્ય નિનામા સહિતના મતદાર નોધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોધણી અધિકારીઓ તથા ચૂંટણી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.

